ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિન ઉજવાયો

- text


શાળાના છાત્રોને કૃમિનાશક દવા અને માહીતી આપવામાં આવી

ટંકારા : ટંકારા તાલુકાના જુદા જુદા ગામોમાં રાષ્ટ્રીય કૃમિ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમા જીલ્લા પંચાયતના સદસ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિશાળના છાત્રોને કૃમિનાશક દવા અને માહીતી આપવામાં આવી હતી.

ટંકારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ,સાવડી,નેકનામ અને નેસડા ખાનપર સેન્ટર દ્વારા તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં રાષ્ટ્રિય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ હતી.જે અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ,આંગણવાડીઓના વિદ્યાર્થીઓ અને શાળા કે આંગણવાડીમાં ન જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે.

જેમા ઓટાળા પ્રાથમિક શાળામાં જીલ્લા પંચાયતના સદસ્ય કમળાબેનના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા,નવનિયુકત સરપંચ સુરેશભાઈ સ્થાનિક અગ્રણી અને મેડિકલ સુપરવાઇઝર હિતેષભાઈ પટેલ હાજર રહ્યા હતા.જ્યારે પ્રભુનગર પ્રાથમિક શાળા મીતાણા ગામે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઇ દુબરીયા,મીતાણા પંચાયત સરપંચના પતિ મયુર દેવડા તથા આરોગ્ય વિભાગ,શાળાના શિક્ષકો અને ગ્રામજનોની હાજર રહ્યા હતા.

- text

જબુલપર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા હસ્તે બાળકોને કૃમિ દવા ખવડાવી માહીતી આપી હતી.નશિતપર પ્રાથમિક શાળામાં જીલ્લા પંચાયતના મહિલા સદસ્ય ચંદ્રિકાબેનના પ્રતિનિધિ નથુભાઈ કડિવારે અન્ય અગ્રણીઓ સાથે બાળકોને ગોળી ખવડાવી હતી.તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશક દવાનું વિતરણ કરેલ હતું.જેમાં ગ્રામપંચાયત સદસ્ય દામજીભાઈ ઘેટીયા,ટંકારા તાલુકા મહિલા મોરચાના સોનલબેન બારૈયા,બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા.

- text