નાની વાવડીની શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો.જેનો બાળકોએ લાભ લીધો હતો.

- text

મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા આજે 10 ફ્રેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય અને આરોગ્ય વિભાગમાંથી દિનેશભાઇ અને તેમની ટીમ તેમજ શાળા પરિવાર હાજર રહ્યા હતા. જ્યારે શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિનોદભાઈ મકવાણાએ કૃમિનાશક ગોળીના ફાયદા વિશે બાળકોને સમજણ પુરી પાડી હતી.

- text