ઇ-બાઇક અને સાયકલના વિશાળ શો- રૂમ સાંઈ સેલ્સ એજન્સીના કાલથી શ્રી ગણેશ

- text


 

  • સેલિબ્રિટી વિશ્વા ત્રિપાઠી, માહી દેત્રોજા અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આપશે ઓપનિંગ સેરેમનીમાં હાજરી

  • શો-રૂમમાં સિમિતલ ઇ-બાઇક અને રોડ માસ્ટર સાયકલની વિશાળ રેન્જ હશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઇ-બાઇક અને સાઇકલના વિશાળ શો-રૂમ સાંઈ સેલ્સ એજન્સીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. કાલે બુધવારે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની પ્રેરક હાજરી રહેવાની છે.

મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રામધન આશ્રમ સામે શિવ કોમ્પ્લેક્ષમાં કાલે તા.9ને બુધવારથી સાંઈ સેલ્સ એજન્સી ધ ઇ-બાઇક એન્ડ સાયકલ હબનો શુભારંભ થવાનો છે. જ્યાં સિમિતલના ઇ-બાઇક અને રોડ માસ્ટર સાયકલનું વિશાળ કલેક્શન જોવા મળશે. મોરબીની જનતાની માંગને માન આપી રોડ માસ્ટર સાયકલની આ બીજી બ્રાન્ચ શરૂ થવા જઈ રહી છે. હવે બન્ને બ્રાન્ચમાં બેસ્ટ માઇલેજ વાળા રૂ. 55000થી શરૂ થતા ઇ-બાઇક સબસીડી સાથે મળશે. વધુમાં રોડમાસ્ટર સાયકલમાં ઓપનિંગ સેરેમની નિમિત્તે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. મોરબીના અગ્રણીઓ આર.આર.ફેફર, સુરેશભાઈ વરસડા, ડી.જી. છનિયારા, હરેશભાઇ પારેખ, પ્રિન્સ ફેફર, ડો.યશ છનિયારા, યશ પારેખ અને મહેશદાન ગઢવીના આ નવા સાહસના શુભારંભ પ્રસંગે અનેક મહાનુભાવો હાજરી આપવાના છે. જેમાં સેલિબ્રિટી વિશ્વા ત્રિપાઠી અને લિટલ સેલિબ્રિટી માહી દેત્રોજા પણ ઉપસ્થિત રહેવાની છે.

- text

આ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રોડ માસ્ટર સાયકલના સીઇઓ જ્ઞાનસિંગ, સ્મિતલ વ્હીલ્સ પ્રા.લી.ના હરીશ સિંગલા, મોરબી કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિ. પં. ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જિ. પં. ચેરમેન અજયભાઈ લોરીયા અને સિરામિક એસો.પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે રાઈડર્સ કલબના પાર્ટનર ડી.જી. છનિયારાનો કાલે જન્મદિવસ છે. આ શુભપ્રસંગે જ નવું સાહસ મોરબીવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. વધુ વિગત માટે કસ્ટમર કેર નં. 9687299959 અથવા હરેશભાઈ પારેખ મો.નં. 9099292299નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text