હડમતીયાના સરપંચે ચાર્જ સંભાળતા પહેલાં ગ્રામ પંચાયત કચેરીને સજાવવા કમર કસી

- text


એ.સી., કબાટ, કોમ્પ્યુટર, ખુરશીઓ, સીસીટીવી કેમેરા સહીતની વ્યવસ્થા કરવા જહેમત ઉઠાવી

ટંકારા : હડમતીયાના નવનિયુક્ત સરપંચ સોનલબેન રાણસરીયા ચાર્જ સંભાળે તે પહેલાં તેમણે ગ્રામપંચાયતને દુલ્હનની જેમ સજાવવા કમર કસી છે. ત્યારે એ.સી., કબાટ, કોમ્પ્યુટર, ખુરશીઓ, સીસીટીવી કેમેરા સહીતની વ્યવસ્થા કરવા જહેમત ઉઠાવી છે. તેમજ સોનલબેન રાણસરીયા તેમજ તેમના ઉદ્યોગપતિ પતિ પંકજભાઈ રાણસરીયા પરિવાર દ્વારા ગ્રામપંચાયત કચેરીના કેમ્પસમાં રંગબેરંગી ફૂલોનું રોપણ કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના નવનિયુક્ત સમરસ સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા એ હજુ ચાર્જ નથી સંભાળ્યો ત્યાં જ ગ્રામપંચાયત કચેરીના કેમ્પસમાં માટી ભરી ફરતે વોલ પાસે રંગબેરંગી ફૂલોનું રોપણ કર્યું સાથે પંચાયત ઘરનો ચાર્જ સંભાળે તે પહેલાં એ.સી., ફાઈલો રાખવા વુડન કબાટ, માળીયા કબાટ, ઓનલાઇન કામગીરી કરતા VCE માટે કોમ્પ્યુટર સીપીયુ સેટ રાખવાં અલગ વુડન ટેબલ, અરજી કરનાર માટે બેસવા આધુનિક ખુરશીઓ, ગ્રામપંચાયત કચેરીની અંદર – બહાર સીસીટીવી કેમેરા, ગામની સુરક્ષા માટે હાલ જરુર હોય ત્યાં કેમેરા માટે તડામાર તૈયારીઓ કરતાં જોતા આજ સુધીના પદાધિકારીઓએ ન કરી બતાવ્યું તે નવનિયુક્ત સરપંચ સોનલબેન રાણસરીયાએ કરી બતાવતા ગ્રામજનોના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત સમરસ ગ્રામપંચાયત બોડી વિધિવત ચાર્જ સંભાળશે ત્યારે ગ્રામજનોએએ પણ ન ભુલવું જોઈએ કે “સૌનો સાથ, સૌનો વિકાસ” સુત્રને સાર્થક કરવા ખંભે ખંભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ રહેવું પડશે. ગ્રામ પંચાયત ગામના વિકાસ અર્થે શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, પાણીના જટીલ પ્રશ્નો માટે કેવા નિર્ણયો લે છે તે આગામી સમય બતાવશે. હાલ ગ્રામજનોને આશા જાગી છે કે નવનિયુક્ત સરપંચ આગામી દિવસોમાં વણઉકેલ પ્રશ્નોના નિર્ણયો લઈ ગામને વિકાસની કેડીથી કંડારશે અને સુખનો સુરજ ઉગશે.

- text