મોરબી તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 16 પશુઓનો જીવ બચાવ્યો

- text


બોલેરો પીકઅપ ગાડીમાં કચ્છથી રાજકોટ લઇ જવાતા 15 પાડા અને 1 પાડી મુક્ત કરાવી બે શખ્સને ઝડપી લેવાયા : એક ફરાર

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ગઈકાલે ફિલ્મી ઢબે બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરી 16 પશુઓનો જીવ બચાવી પશુ પ્રત્યે ઘાતકી પણું આચરનાર બે ઈસમોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ નાસી છૂટતા તેને ફરાર દર્શાવવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે કચ્છ તરફથી બોલેરો પીકઅપ ગાડીમાં જીવિત પશુઓને ખીચોખીચ રીતે ભરી રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીને પગલે સતર્ક બનેલી તાલુકા પોલીસ ટીમે મોરબીના અમરેલી ગામના પાટિયા નજીક વોચ ગોઠવતા સાંજના સમયે GJ-12-BV-3700 નંબરની બોલેરો પીકઅપ પસાર થતા અટકાવવા પ્રયાસ કરતા બોલેરો ચાલકે ગાડી ભગાવી દીધી હતી. જો કે તાલુકા પોલીસ ટીમે ગાડીનો પીછો કરી ગાડી આંતરી લેતા એક શખ્સ નાસી ગયો હતો.

વધુમાં તાલુકા પોલીસ ટીમે બોલેરો પીકઅપની તલાસી લેતા ગાડીમાંથી 15 જીવિત પાડા અને 1 જીવિત પાડી એમ કુલ મળી 16 પશુઓ ખીચોખીચ રીતે ઘાસચારાની વ્યવસ્થા વગર ભરેલા હોવાનું જોવા મળતા વાહન ચાલક કચ્છ અંજારના અલીશા હુસેનશા શેખ અને સદર બજાર, ખાટકીવાસ, રાજકોટ રહેતા અલીભાઇ કાસમભાઇ કટારીયાને ઝડપી લઈ પૂછપરછ કરતા નાસી ગયેલ આરોપી અંજાર કચ્છનો ઇસ્માઇલશા જમલાશા શેખ હોવાનું જણાવ્યું હતું.

- text

બોલેરો પીકઅપ ગાડીમાં ક્રૂરતા પૂર્વક જીવિત પાડા – પાડીને લઈ જવા મામલે મોરબી તાલુકા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ-૧૧(૧)(ડી), (ઇ), (એફ), (એચ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 3.50 લાખની બોલેરો સહીત 3.66 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text