પીપળીયા ચાર રસ્તા નજીક ડમ્પર હડફેટે લેતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક માતેલા સાંઢની જેમ પુરપાટ વેગે જતા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને પગમાં ઈજાઓ થવા પામી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા દિપભાઇ નરેન્દ્રભાઇ ઝાલરીયા ગત તા.2ના રોજ સાંજના સમયે પીપળીયા ચોકડી નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જી.જે.05.ડીવી1297ના ચાલકે સામેથી હડફેટે લેતા દીપભાઈને પગમાં ફ્રેક્ચર થી જવા પામ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક બાઈક ચાલક સાથે સમાધાનની વાતચીત કરી હતી પરંતુ સમાધાન ન થતા અંતે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text