મોરબીની આંગળીયા પેઢી સાથે છેતરપિંડી આચરનાર નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


સીટી એ ડિવિઝન પોલીસે ધરતી ટાવર નજીકથી એક વર્ષથી નાસતા ફરતા શખ્સને દબોચ્યો

મોરબી : મોરબીની આંગળીયા પેઢીમાં કામ કરતો કર્મચારી છેતરપિંડી કરવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આ શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સટેબલ રામભાઇ મંઢ તથા પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ચીટિંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્રકુમાર કનૈયાલાલભાઈ પ્રજાપતી, રહે.ઉડગામ કુંભારવાસ, તા.જી.શીરોહી (રાજસ્થાન) વાળો મોરબી આવેલ છે અને હાલ સરદાર રોડ ધરતીટાવર પાસે છે જેને પગલે તુરત જ હકીકત સ્થળે પહોંચી આરોપીને ઝડપી લઈ કોરોના રીપોર્ટ કરાવતા જેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

- text

આ સફળ કામગીરી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ આર.પી.રાણા, પો.હેડ.કોન્સ રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા,પો.કોન્સ. ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમા, અરજણભાઇ ગરીયા, હસમુખભાઇ પરમાર, શકિતસિંહ પરમાર તથા તેજાભાઇ ગરચર વગેરેએ કરી હતી.

- text