ઓટાળા ગામના યુવક GPSCની બે પરીક્ષાઓમાં ઉતીર્ણ

- text


GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ યુવક પર શુભેચ્છાનો વરસાદ

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવક ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી ક્લાસ 2ની બે પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા છે. GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ યુવક પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

તાજેતરમા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા મોટર વ્હીકલ ક્લાસ 2ની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના રવિકુમાર જગદીશભાઈ ઘોડાસરા એ સમગ્ર ગુજરાતમાં 11મો ક્રમાંક પ્રાપ્ત કરીને મોરબી જીલ્લાનું અને ઘોડાસરા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

- text

વધુમાં, તેમણે બે દિવસ પહેલા GPSC દ્વારા જાહેર કરાયેલ ASSISTANT RTO INSPECTOR ની પરીક્ષાના પરિણામમા પણ સમગ્ર ગુજરાતમા 32 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ત્યારે GPSCની 2-2 પરીક્ષાઓ પાસ કરવા બદલ રવિકુમાર ઘોડાસરાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text