ટંકારામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તલાટીની પરીક્ષાના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

- text


ટંકારા : ગુજરાત સરકાર દ્વારા પંચાયત તલાટી કમ મંત્રીની ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારાના પ્રમુખ દ્વારા ગામના ઉમેદવારોને તલાટી કમ મંત્રીના વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવે છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પંચાયત તલાટી કમ મંત્રીની ભરતી જાહેર કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આગામી તલાટી કમ મંત્રીના ઉમેદવારોના ફોર્મ ફ્રી ભરી આપવામાં આવશે. તલાટી કમ મંત્રીના ફોર્મ ઓમ સ્ટેશનરી, પોલીસ સ્ટેશન સામે, ટંકારા ખાતે ભરી આપવામાં આવશે. ત્યારે ટંકારાના ઉમેદવારને લાભ લેવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે નિલેશભાઈ ભાગ્યા મો.૭૬૦૦૧ ૩૧૦૯૦ પર સંપર્ક કરવા ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારાના પ્રમુખ ગૌતમભાઈ વામજા અને ઉપપ્રમુખ વકીલ નિલેશભાઈ ભાગીયા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text