મોરબીમાં તપોવન વિદ્યાલય દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મિશન માર્ચ સેમીનાર યોજાયો

- text


મોટીવેશનલ સેમિનારમાં સુપર 60, કમ્ફર્ટ ઝોન, સોશિયલ મીડિયા, કરિયર વિષે માહિતી અપાઈ

મોરબી : મોરબીમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે “મિશન માર્ચ સેમીનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટીવેશનલ સેમિનારમાં સુપર 60, કમ્ફર્ટ ઝોન, સોશિયલ મીડિયા, કરિયર વિષે માહિતી અપાઈ હતી.

મોરબીમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મોટીવેશનલ સેમિનારનું આયોજન થયેલું હતું. જેમાં સેમિનારના મુખ્ય વક્તા C.A. અભિષેકભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવેલ હતા.

આ સેમિનારના મુખ્ય વક્તા C.A. અભિષેકભાઈ પનારા અવનવી મોટીવેશનલ વાતો ખુબ સરસ શબ્દોમાં રજૂ થયેલ હતી. જેમાં સુપર 60, કમ્ફર્ટ ઝોન, સોશિયલ મીડિયા, ચોઇસ, કરિયર તેમજ આત્મનિર્ભર અને બોર્ડના મહત્વના વર્ષ સંબંધિત વાતો ખૂબ સરળ શૈલીમાં વાર્તા સ્વરૂપે વિદ્યાર્થીઓને સમજાવી ખૂબ મહત્વનું મોટીવેશન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓના મનમાં રહેલી મૂંઝવણને પણ સરળ શૈલીથી દૂર કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરીયા તેમજ પ્રિન્સીપાલ નરેશભાઈ સાણજા અને સમગ્ર સ્ટાફ તેમનો આભાર વ્યક્ત કરેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text