ધંધુકાના કિશનની હત્યાના તાર મોરબી સાથે જોડાયા : એક શખ્સને ઉઠાવી લેતી પોલીસ

- text


મૌલવીને હથિયાર આપનાર રાજકોટના શખ્સના ભાઈની મોરબીથી અટકાયત કરી તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાયો

મોરબી : રાજ્યભરમાં ઘેરા પડઘા પાડનાર ધંધુકાના મર્ડર કેસના તાર રાજકોટ બાદ મોરબી સાથે પણ જોડાયા છે. અમદાવાદના મૌલવીને હથિયાર રાજકોટના શખ્સે પહોચાડ્યું હોવાનું ખુલ્યા બાદ આ શખ્સના ભાઈની મોરબીથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધંધુકામાં ધર્મને લગતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બાબતે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં હતી. આ બનાવને પગલે સૌરાષ્ટ્રમાં પણ આવેદનો પાઠવી રજૂઆતો કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામોમાં બંધ પાડવાનો સિલસિલો પણ ચાલુ કરવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનામાં પોલીસે હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ કર્યા બાદ હથિયાર પૂરું પાડી દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના મૌલવીની પણ ધરપકડ કરી છે. મૌલવીની ધરપકડ બાદ તપાસમાં રાજકોટના અજીમ બચાનું નામ ખુલ્યું હતું. રાજકોટના આરોપી અજીમ બચાએ હથિયાર આપ્યું હોવાનું ખુલતા રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ શખ્સનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા મોરબી આવ્યો હોવાની બાતમીને પગલે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે આરોપી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી છે.

- text

મોરબી પોલીસે આ શખ્સને ઝડપી લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થઇ હતી. હત્યા કેસનું પગેરું રાજકોટ અને મોરબી જીલ્લામાં હોવાનું ખુલતા આજે સવારથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં તપાસ ચલાવતી હતી જોકે અજીમ સમા હાથ લાગ્યો ના હતો અને તેનો ભાઈ વસીમ ઉર્ફે બચા સમા પોલીસને હાથ લાગતા આરોપીની અટકાયત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text