રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં ‘રીપબ્લિક ડે’ની ઉજવણી

- text


મોરબી : રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા રિપબ્લિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી લાવડીયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં ધ્વજવંદન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી લાવડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રિપબ્લિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.ડી.કાજીયા દ્વારા કરવામાં આવ્યું હતું.પિરામિડ,લેજીમ,સ્પીચ,દેશભક્તિ ગીત વગેરે કાર્યક્રમો યોજાયા હતા.શાળા સ્ટાફ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.અંતે જિલ્લા કક્ષા,રાજ્ય કક્ષાએ રમતગમતમાં નંબર લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.એસ.બી.બારૈયાએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text