લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાથી 17 લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લેતી ટંકારા પોલીસ

- text


નાસતા ફરતા આરોપીઓને પકડવામાં રાજકોટ પોલીસ સાથે ગયેલા ઇન્ચાર્જ પીએસઆઇ શક્તિસિંહ રાણા સહિતની ટંકારા પોલીસનો સપાટો, રાજકોટના નામી બુટેલગર ફિરોજ સંધીનું નામ ખુલ્યું

ટંકારા : ટંકારાના લજાઈ ચોકડી પાસે ગોડાઉનમા નાસતા ફરતા આરોપીઓ છુપાયા હોવાની બાતમીના આધારે રાજકોટ પોલીસની ટીમ તપાસ અર્થે આવી હતી.ત્યારે રાજકોટની પોલીસ સાથે તપાસમાં જોડાયેલી ટંકારા પોલીસને ટંકારાના લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાથી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપી લેવાની મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં ઇન્ચાર્જ પીએસઆઇ શક્તિસિંહ રાણા સહિતની ટંકારા પોલીસનો સપાટો બોલાવી લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાથી 17 લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લીધા છે. જ્યારે રાજકોટના નામી બુટેલગર ફિરોજ સંધીનું નામ ખુલતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટ શહેર ડી.સી.બી.શાખાના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમા ટંકારા પો.સ્ટે. આવેલ હતા. અને જેઓ સાથે ટંકારા પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીની તપાસમા મદદગારી સબબ સાથે હોય તે દરમ્યાન લજાઈ ચોકડી પાસે આવતા લજાઈ જી.આઇ.ડી.સી વિસ્તારમા આવેલ સીલ્વર રીસાયકલ ઇંન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નવુ બનેલ નામ વગરના ગોડાઉનમા રાજકોટ શહેર ડી.સી.બી.સ્ટાફના માણસો જે નાસતા ફરતા આરોપીની તપાસમા આવેલ હોય તે નાસતો ફરતો આરોપી છુપાયેલ હોવાની હકિકત મળતા આ ગોડાઉનમા તપાસ કરતા મોટાપાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ટંકારા પોલીસે ગોડાઉનમાંથી બોલેરો ગાડી નં G-J-03-B-W-1619 મા ઇંગ્લીશ દારૂ ની MCDOWELLS-NO-1 સુપીરીયર વ્હીસ્કી ની બોટલ નંગ ૩૬૪૮ જેની કિ રૂ. ૧૩૬૮૦૦૦ તથા બોલેરો ગાડીની કિંમત રૂ. ૩૫૦૦૦૦ ગણી તથા મોબાઈળ ફોન નંગ-૩ કિ-રૂ ૬૦૦૦ મળી ૧૭૨૪૦૦૦ ના કુલ મુદામાલ સાથે આરોપી દિનેશ શાંતિલાલ મીણા (ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. ડૂંગલા તા ડૂંગલા જી ચીત્તોડગઢ રાજસ્થાન), શંભુલાલ પદમસિંગ મીણા (ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે હાલ લજાઈ તા ટંકારા જી મોરબી મુળ રહે ખેડાઆહિરાન તા ડૂંગલા જી ચીત્તોડગઢ રાજસ્થાન) અને દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા (ઉ.વ.૩૨ ધંધો ડ્રાઈવીંગ રહે. હાલ ફાટકપાસે વાકાનેર તા વાકાનેર જી મોરબી મુળ રહે અદવાસ તા સરાડા જી ઉદેપુર રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. જ્યારે આરોપી ધવલ રસીકભાઈ સાવલીયા (રહે સ્વાતીપાર્ક રાજકોટ) ફીરોજ હાસમભાઈ સંધી (રહે જંગ્લેશ્વર રાજકોટ) હાજર નહી મળી આવતા મજકુર દરેક ઇસમો વિરૂધ્ધ પ્રોહિ ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

- text

ઉપરોકત દારૂની રેઇડની કાર્યવાહીમાં પો.સબ.ઇન્સ.એસ.એમ.રાણા, સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, પો.કોન્સ. હિતેષભાઈ ચાવડા, પો.કોન્સ. સિધ્ધરાજસિહ અર્જુનસિહ, રાજકોટ શહેર ડી.સી.બી.સ્ટાફના પો.હેડ.કોન્સ. ક્રિપાલસિહ નરપતસિહ, પો.હે.કોન્સ સુભાષભાઈ સોંડાભાઈ, પો.કોન્સ દેવાભાઈ જાદવજીભાઈ, પો.કોન્સ મૈસુરભાઈ સાદુળભાઈ સહિતના જોડાયા હતા.

- text