માળિયામાં પેટ્રોલપંપ ચોકથી મામલતદાર ઓફિસ સુધીનો બિસ્માર રોડ રીપેર કરવા માંગ

- text


માળીયા મિયાણા નગરપાલિકાના પ્રમુખે કલેકટરને લેખિત રજૂઆત કરી

માળીયા (મી.) : કચ્છ નેશનલ હાઇવેથી જામનગર હાઇવે પર પેટ્રોલપંપ ચોકડીથી મામલતદાર ઓફિસ સુધી રસ્તો બિસ્માર હાલતમાં છે. રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી અકસ્માતના થવાનો ભય રહે છે.અનેક વખત રજૂઆત કરવા છતાં રોડ એ જ હાલતમાં છે. ત્યારે માળીયા મિયાણા નગરપાલીકાના પ્રમુખ હારુન સંઘવાણીએ કલેકટરને તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ કરાવવા લેખિત રજૂઆત કરી છે.

માળીયા મિયાણા નગરપાલિકાના પ્રમુખે કલેકટરને તાત્કાલિક ધોરણે આ રોડનું રિપેરિંગ કરાવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે માળીયા મિયાણા નગરપાલિકા હદ વિસ્તારમાં જામનગર જવા માટે હાઇવે પસાર થતો હોય અને માળીયા મીયાણા તાલુકાના આજુબાજુના ગામડાઓ માટે પણ માળીયા મિયાણા શહેરમાં આવવા-જવા માટેનો મુખ્ય માર્ગ આશરે 3 કી.મી.જેટલો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે.તે રસ્તામાં મોટા ખાડા-ખુબરા છે અને મોટા વાહનોની અવર-જવરથી ધૂળ-ડમરી ઉડવાના કારણે તમામ અવરજવર કરતા નાના વાહનના ચાલકોને મુશ્કેલી સર્જાય છે.આવા રોડના કારણે અકસ્માત થવાનો ભય પણ વધારે રહે છે.

- text

આ રસ્તો આશરે છ મહિનાથી આવી બિસમાર હાલતમાં છે. પહેલા પણ જે તે વિભાગોમાં અરજી કરવામાં આવી હતી અને શહેરીજનોએ પણ અલગ અલગ વિભાગોમાં અરજી કરેલ હતી.પરંતુ હાલ પણ રસ્તાની એ જ હાલત છે.આ 3 કી.મી.નો રસ્તો તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવા જે તે સબંધિત વિભાગને સૂચના આપવા અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text