- text
જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે. જિલ્લામાં ગઈકાલે 182 લોકો કોરોના પોઝિટિવ આવતા પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 200 આસપાસ પહોંચવામાં આવી છે. ત્યારે મોરબીની સરકારી કચેરીઓમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે.
- text
મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં લાલબાગ સેવા સદનમાં આવેલ જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં આસિસ્ટન્ટ કમિશ્નર, સ્ટેટ ટેક્સ ઓફિસર અને ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમજ અન્ય ત્રણ કર્મચારીઓને કોરોનાના લક્ષણો છે. તથા અન્ય કચેરીઓમાં કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થતા અરજદારો સહિતના મુલાકાતીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text