વાંકાનેરનો મચ્છુ-1 ડેમ છલોછલ છતાં ભાટિયા સોસાયટી તરસી

- text


રાજકીય કિનનાખોરીથી પાણીના ધાંધિયા થઈ રહ્યાનો સ્થાનિકોનો આક્ષેપ, પાણી પ્રશ્ન હલ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

વાંકાનેર : વાંકાનેરની જીવાદોરી ગણાતો મચ્છુ-1 ડેમ છલોછલ ભરેલો હોવા છતાં ભાટિયા સોસાયટી છેલ્લા ઘણા દિવસોથી તરસી રહી ગઈ છે. જો કે રાજકીય કિનનાખોરીથી પાણીના ધાંધિયા થઈ રહ્યાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે અને પાણીની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી પાણી પ્રશ્ન હલ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ભાટિયા સોસાયટીની રહીશોએ ટીડીઓને રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના ધાધિયા થઈ રહ્યા છે. અનેક રજુઆત કરવા છતાં પાણી પ્રશ્ન ન ઉકેલાતા રાજકીય ભેદભાવથી પાણી માટે હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. 8 થી 12 દિવસે પાણી આપવામાં આવે છે. ઘણીવાર રાત્રે બે વાગ્યે પાણી આવે છે. આમ પાણીના કોઈ ઠેકાણા જ નથી. જેથી છતાં પાણીએ લોકોને વલખા મારવા પડે છે. આથી આ પ્રશ્ન ન ઉકેલાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text