મોરબી પાલિકાના વાંકે ઝૂલતા પુલનું રીનોવેશન લટક્યું

- text


મોરબી નગરપાલિકા નવું એગ્રીમેન્ટ ન કરે તો ઝૂલતા પુલની જવાબદારી પરત સોંપી દેવા ઓરેવા ગ્રુપનો નિર્ણય

મોરબી : મોરબીની ઓળખ સમા ઝૂલતા પુલની હાલત હાલ જોખમી બની છે ત્યારે મોરબી પાલિકાની ગંભીર લાપરવાહી સામે આવી છે. ઓરેવા ગ્રુપ દ્વારા વારંવાર રિમાઇન્ડર આપવા છતાં એગ્રીમેન્ટ ન કરાતા હવે નવું એગ્રીમેન્ટ ન થાય તો ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો નિર્ણય ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે.

વર્ષો પહેલા સંપૂર્ણ રીતે બંધ હાલતમાં પડેલ મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલમાં આશરે એક કરોડ જેટલો ખર્ચો કરી વિશ્વ વિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપે પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. અને વર્ષો સુધી તેનું ખૂબ જ યોગ્ય અને સુંદર સંચાલન પણ કર્યું હતું. રવિવાર તેમજ રજાનાં દિવસો દરમિયાન પણ લોકો ઝૂલતા પુલનો આનંદ માણી શકતા. 365 દિવસ ઝૂલતા પુલ લોકો માટે હરહંમેશ ખુલ્લો રહેતો કારણ કે ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સ માટે ડેડીકેટેડ સિવિલની ટીમ રાખેલ હતી.

બે વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેક્ટરને પત્ર લખેલ હતો. તે સમય દરમિયાન કલેકટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ યોજાઇ હતી. જેમાં પુલને ટેમ્પરરી રીપેરીંગ કરી અને ચાલુ કરવો અને એગ્રીમેન્ટ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન કરવાના મુદ્દા પર ચર્ચા થયેલ હતી. બે ત્રણ માસની અંદર એગ્રીમેન્ટ મોકલવાનું હતું. જેનો ડ્રાફ્ટ પણ ઓરેવા ગ્રુપ દ્વારા 31-01-2020 ના રોજ નગરપાલિકાને મોકલી આપવામાં આવેલ હતો. સમયાંતરે લેખિત રિમાઇન્ડરો પણ આપેલ હતા પરંતુ ઓરેવા ગ્રુપને હજી સુધી એગ્રીમેન્ટ મળેલ નથી.

- text

હાલ ઝૂલતા પુલને સંપૂર્ણ રિનોવેટ કરવો પડે તેમ છે. આ રિનોવેટ કરવાની તૈયારી પણ ઓરેવા ગ્રુપે દર્શાવી હતી પરંતુ નવું એગ્રીમેન્ટ ન મળવાને કારણે ઓરેવા ગ્રુપ આ રીનોવેશન કરી શકેલ નથી. નવું એગ્રીમેન્ટ ન થાય તો વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપે આ ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો નિર્ણય લેતા મોરબી પાલિકાની બેજવાબદાર નીતિ ખુલ્લી પડી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text