મોરબીમાં એલીટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળો યોજાયો

- text


રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજન

મોરબી : મોરબીમાં એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ સ્વામી વિવેકાનંદના આદર્શો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સાચી દિશા મળી રહે તથા વિવિધ પુસ્તકો દ્વારા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો હતો. આ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ પુસ્તક મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સંસ્થાના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતુ કે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી પ્રકાશ મદદ કરે છે. આથી, પુસ્તકો વાંચવા જોઈએ. તેમજ સંસ્થાના પ્રિન્સિપાલ મિતલ મેનપરા એ વિદ્યાર્થીઓને પુસ્તકમેળામાં હોંશભેર ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text