સૌરાષ્ટ્ર મેઈલ સહીત ત્રણ ટ્રેનમાં વધારાના કોચ લાગશે

- text


ઓખા – મુંબઈ સેન્ટ્રલ – ઓખા, સોમનાથ-ઓખા-સોમનાથમાં એસી કોચ અને વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતામાં વધારાનો સ્લીપર કોચ જોડાશે

મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. જે અન્વયે ઓખા – મુંબઈ સેન્ટ્રલ – ઓખા, સોમનાથ-ઓખા-સોમનાથમાં એસી કોચ અને વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતામાં વધારાનો સ્લીપર કોચ જોડાશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ માં ઓખા થી 18.01.2022 થી 17.02.2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી 15.01.2022 થી 14.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

જયારે ટ્રેન નંબર 19251/19252 સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસને માં સોમનાથથી 17.01.2022 થી 16.02.2022 સુધી અને ઓખાથી 16.01.2022 થી 15.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

ઉપરાંત ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 19.01.2022 થી 02.02.2022 સુધી (22.01.2022, 23.01.2022, 27.01.2022 અને 01.02.2022 સિવાય) અને બાંદ્રા થી 18.01.2022 થી 01.02.2022 સુધી (21.01.2022, 22.01.2022, 26.01.2022 અને 31.01.2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text