મોરબીમાં સિરામીક મટીરિયલની ડમરી ચડાવતા વાહનોથી અકસ્માતનો ખતરો

- text


મોરબી નજીક હાઇવે ડમ્પરોનો ત્રાસ યથાવત, નંબર વગરના ઓવરલોડ દોડતા વાહનો સામે તંત્રનું ભેદી મૌન

મોરબી : મોરબી નજીક હાઇવે ઉપર ડમ્પરોની મનમાની યથાવત રહી છે. રો-મટીરીયલ ઢાંક્યા વગર ઓવરલોડ દોડતા ડમ્પરોમાંથી વારંવાર ઝીણી રજકણની રીતસર ડમરી ઉડતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પીપળી રોડ ઉપર સીરામીક રો મટીરીયલ ભરેલું એક વાહનમાંથી ઝીણી રજકણો ઉડતા પાછળ આવતા અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

પીપળી રોડ સીરામીક ઝોન હોવાથી દરરોજ આ રોડ પર હજારો ભારે વાહનો નીકળે છે.તેમાંય ખાસ કરીને ઓવરલોડ સીરામીકનો કાચો માલ ભરીને નીકળતા ડમ્પરો ખુલ્લેઆમ દાદાગીરી કરી છે. જેમાં પીપળી રોડ ઉપર સીરામીકનો કાચો માલ ભરીને એક ભારે વાહન નીકળ્યું હતું. પણ આ વાહનના પાછળના ભાગે સીરામીકના કાચા માલને ઢાંકવામાં આવ્યો ન હતો.આથી ખુલ્લો રહેલો આ સીરામીકનો કાચો માલ જેમ જેમ વાહન પસાર થતું ગયું એમ એમ ઠેરઠેર પવનને કારણે ઉડતો ગયો હતો. ઝીણી રજકણો ઉડતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જો કે હાઇવે ઉપર અનેક ભારે વાહનોમાંથી આ રીતે રજકણો ઊડતી રહે છે. ઉપરાંત નંબર વગરના ઓવરલોડ વાહનો સતત દોડતા રહેતા હોવા છતાં તંત્ર ઉદાસીન રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text