કોરોના : મોરબીની સાર્થક વિદ્યાલયના 1 વિધાર્થી સહિત જિલ્લામાં આજે 26 નવા કેસ

- text


સાર્થક વિદ્યાલય અને સેન્ટ મેરી સ્કૂલમાં એક- એક વિદ્યાર્થી આવ્યા પોઝિટિવ

મોરબી શહેરમાં 23, ટંકારામાં 2 અને માળીયામાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 23, ટંકારામાં 2 અને માળીયામાં 1 કેસ નોંધાયા છે. સાથે આજે જિલ્લાની વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ થયો છે. જેમાં મોરબીની સાર્થક વિદ્યાલયનો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 26 કેસ નોંધાયા છે. આજે જિલ્લાની એક નવી શાળાઓમાં કોરોનાનો પ્રવેશ થયો છે. જેમાં મોરબીની સાર્થક વિદ્યાલયમાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે મોરબીની સેન્ટ મેરી સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં આજે નવા આવેલા કુલ કેસો જોઈએ તો મોરબી શહેરમાં 23, ટંકારામાં 2 અને માળીયામાં 1 કેસ મળીને કુલ 26 કેસ નોંધાયા છે.

- text

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો આજે આરોગ્ય વિભાગે 1309 સેમ્પલ લીધા હતા. જેમાંથી 26 પોઝિટિવ આવ્યા છે. સાથે આજે મોરબીમાંથી 7 લોકો સાજા પણ થયા છે. અને ટંકારામાં એક દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 6673 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6190 રિકવર થયા છે. હાલ 142 કેસ એક્ટિવ છે.

- text