મકરસંક્રાંતિ નિમિત્તે જરૂરિયાતમંદો માટે આર્થિક સહયોગ આપવા ડૉ.હેડગેવાર સ્મારક સમિતિની અપીલ

- text


મોરબી : આપણા દેશના સેંકડો બંધુઓ ગરીબ,શોષિત,વંચિત,પીડિત અને ઉપેક્ષિત તેમજ પ્રાથમિક સુવિધાના અભાવે વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આપણાં શાસ્ત્રોમાં મકરસંક્રાતિના પાવન દિવસે દાનનું અનેરું મહત્વ વર્ણવવામાં આવેલ છે.ત્યારે ડૉ.હેડગેવાર સ્મારક સમિતિએ મકરસંક્રાંતિ પર દાન આપી સહયોગી બનવા લોકોને અપીલ કરી છે.

મકરસંક્રાંતિના પવન દિવસ પર દાનનું મહત્વ હોવાથી ગરીબ બાંધવોને યોગ્ય શિક્ષણ,સ્વાસ્થ્ય,સામાજિક સન્માન સાથે સ્વાવલંબન મળે તે હેતુથી આ કાર્યમાં દાન આપી સહયોગ બનવા ડૉ.હેડગેવાર સ્મારક સમિતિએ લોકોને અપીલ કરી છે.માનવ સેવા એ જ માધવ સેવાના સૂત્રને સાકાર કરવા ડૉ.હેડગેવાર સ્મારક સમિતિએ દાન કરવા લોકો માટે વિવિધ યોજનો બનાવી છે.જેમાં મંગલ નિધિમાં પરિવારમાં વિવાહ,વર્ષગાંઠ,વાસ્તુપૂજન વગેરે જેવા પ્રસંગો,સ્મૃતિ નિધિમાં સ્વજનોની સ્મૃતિમાં દાન આપી શકશે.સેવા નિધિમાં દર મહિને,દર વર્ષે વિશિષ્ઠ પ્રકલ્પો માટે કાયમી દાતા બની શકે છે અને સમય દાનમાં આ પ્રકારના કાર્યો માટે લોકો પોતાની અનુકૂળતા મુજબ સમય પણ આપી શકશે.

શહેરોની ગરીબ વસ્તીઓમાં શિક્ષણ કેન્દ્ર માટે રૂ.12000,મેડિકલ સાધન સહાય કેન્દ્ર માટે રૂ.25000 અને દુર્ગમ છેવાડાના ગામોમાં આયુર્વેદિક પેટી માટે રૂ.12000 વાર્ષિક નિભાવ માટે લોકો સહયોગી દાતા બની શકશે.

સહયોગી દાતા બનવા માટે એકાઉન્ટ DR.HEDGEWAR SMARAK SAMITI,એકાઉન્ટ નં.045003100033847, IFSC CODE :-RNSB0000001 બેન્ક શાખા નામ- RAJKOT NAGARIK SAHAKARI BANK LTD.,MORBI BRANCH,HOSPITAL ROAD,MORBI-363641.ડેન ઈન્ક્મટેક્સની ધારા 80જી(5)મુજબ કરમુક્તને પાત્ર બને છે.

ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખાની સંસ્થા કેશવ કુંજ,ચિત્રકુટ ચોક,G.I.D.C. પાછળ,શનાળા રોડ,મોરબી ખાતે છે.વધુ માહિતી માટે મો.78746 05604,94283 47967 પર સંપર્ક કરવો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text