MCX પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

- text


 

બુલડેક્સ ફ્યુચર્સમાં 170 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 213 પોઈન્ટની મૂવમેન્ટઃ કપાસ, કોટન, મેન્થા તેલમાં સુધારો, રબરમાં નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,34,504 સોદાઓમાં કુલ રૂ.18,719.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 170 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 213 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,24,587 સોદાઓમાં કુલ રૂ.7,860.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,768ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,865 અને નીચામાં રૂ.47,526 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.414 ઘટી રૂ.47,607ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.242 ઘટી રૂ.38,324 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.4,772ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,049 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,049 અને નીચામાં રૂ.60,390 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,540 ઘટી રૂ.60,698 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,520 ઘટી રૂ.60,986 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,537 ઘટી રૂ.60,973 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 14,281 સોદાઓમાં રૂ.2,695.87 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.231.45 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.288ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.80 ઘટી રૂ.736.50 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.14.1 ઘટી રૂ.1,552.20 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 41,761 સોદાઓમાં કુલ રૂ.3,032.43 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,907 અને નીચામાં રૂ.5,709 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.64 વધી રૂ.5,892 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.60 વધી રૂ.292.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,272 સોદાઓમાં રૂ.347.69 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,974.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2019.00 અને નીચામાં રૂ.1966.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.00 વધી રૂ.2,001.00 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,100 અને નીચામાં રૂ.15,903 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.494 ઘટી રૂ.15,972ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.1043.70 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.890 વધી રૂ.35,770 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 19,790 સોદાઓમાં રૂ.3,219.24 કરોડનાં 6,748.948 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,04,797 સોદાઓમાં કુલ રૂ.4,641.14 કરોડનાં 759.434 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.359.42 કરોડનાં 15,585 ટન, જસતના વાયદાઓમાં રૂ.363.99 કરોડનાં 12,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,090.10 કરોડનાં 14,787.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.795.61 કરોડનાં 5,125.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.86.75 કરોડનાં 4,660 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 23,367 સોદાઓમાં રૂ.2,096.81 કરોડનાં 36,22,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,394 સોદાઓમાં રૂ.935.62 કરોડનાં 3,25,58,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.60 કરોડનાં 60 ટન અને કોટનના વાયદાઓમાં 2,995 સોદાઓમાં રૂ.336.35 કરોડનાં 95725 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 243 સોદાઓમાં રૂ.10.29 કરોડનાં 98.28 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.45 કરોડનાં 28 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,772.343 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 828.835 ટન, એલ્યુમિનિયમમાં 14,540 ટન, જસત વાયદામાં 10,325 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,115.000 ટન, નિકલ વાયદામાં 3,147.000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,065 ટન, ક્રૂડ તેલમાં 13,62,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,19,73,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 178850 ગાંસડી, મેન્થા તેલમાં 416.52 ટન, રબરમાં 107 ટન સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,653 સોદાઓમાં રૂ.221.97 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,461 સોદાઓમાં રૂ.114.00 કરોડનાં 1,629 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 983 સોદાઓમાં રૂ.92.76 કરોડનાં 1,076 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,116 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 833 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,100ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,100 અને નીચામાં 13,930ના સ્તરને સ્પર્શી, 170 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 162 પોઈન્ટ ઘટી 13,958ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,320ના સ્તરે ખૂલી, 213 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 116 પોઈન્ટ ઘટી 17,231ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 47,950 સોદાઓમાં રૂ.4,561.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.612.24 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.130.35 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,816.69 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text