ચેક રીર્ટનના કેસમાં બમણો દંડ અને એક વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

- text


મોરબી : મોરબીમાં હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે આરોપીને બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફાટકારતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રાએ હિતેન્દ્રસિંહ બાલુભા ઝાલા પાસેથી હાથ ઉછીની રકમ રૂા.3 લાખ લીધેલ હતી, અને તે રકમ ફરીયાદીએ પરત માંગતા આરોપી વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રા એ ત્રણ લાખનો ચેક ફરીયાદીને આપેલ હતો, જે ચેક રીર્ટન થતાં ફરીયાદએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

- text

ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન બડમલીયાની દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઈ, મોરબીના ચીફ જ્યુડી. મેજી. એ.એન.વોરા સાહેબએ આરોપી વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રાને એક વર્ષની સજા તથા ચેકની રકમ રૂા.3 લાખની ડબલ રકમ એટલે કે રૂા.6 લાખનો આરોપીને દંડ કરવામાં આવેલ છે. અને જો આરોપી તે રમ ભરવામાં કસુ૨ કરે તો આરોપીને વધુ 90(નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાની હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી ત૨ફે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગરચર તથા અનીલ ગોગરા રોકાયેલ હતા.

- text