મોરબીના વખત કોમ્પલેક્ષમાં લાગી આગ

- text


 

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ વખત કોમ્પલેક્ષમાં આજે રાત્રીના સમયે અંદરના ભાગે સીડી પાસે કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.

- text

મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન સામે આવેલા વખત કોમ્પ્લેક્ષમાં આજે રાત્રીના સમયે શ્રી રામ ટેલિકોમ નામની હોલસેલની દુકાનની બહાર સીડી પાસે અચાનક આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તુરંત પાણીનો મારો ચલાવી આ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જો કે આ આગથી સીડી પાસે રાખેલ સમાન બળી ગયો હતો.

- text