મોરબીની નવયુગ સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે

- text


ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં હવે આ નવયુગ સ્કૂલના વધુ બે વિધાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું છે.

- text

મોરબી જિલ્લામાં કોરોનાએ હવે ફરીથી ઉત્પાત મચાવ્યો છે અને હમણાંથી દરરોજ કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે.ખાસ કરીને સ્કૂલોમાં કોરોનાનો પગપેસારો થતા શિક્ષણ આલમ અને વાલીગણ ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમાં કોરોનાએ નવયુગ અને નાલંદા વિદ્યાલયને ઝપટમાં લીધી હતી.દરમિયાન ગઈકાલે રવિવારે મોરબી જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. તેમાંથી બે કેસ મોરબીની નવયુગ વિદ્યાલયના હોવાનું ખુલ્યું છે. નવયુગ વિદ્યાલયના વધુ બે વિદ્યાર્થીઓને કોરોનાએ શિકાર બનાવતા આ સ્કૂલમાં ફફડાટ મચી ગયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text