ટંકારા પંથકના વિદ્યાર્થીઓને સ્કૂલમાં કોરોના વેક્સીન આપવાનું શરૂ

- text


જબલપુરની ન્યુ વિઝન સ્કૂલમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરાયું

ટંકારા : વડાપ્રધાન મોદીની જાહેરાત પગલે સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં પણ તરુણોને પણ કોરોનાની લડાઈમાં વેકસીનેશનથી સુરક્ષિત કરવા માટેનું આયોજન કરી આરોગ્ય તંત્ર દ્વારા આજથી જ ટંકારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારા પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા તરુણ વયના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ વેક્સીન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે ટંકારાના જબલપુર ખાતે આવેલ ન્યુ વિઝન સ્કૂલમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા, પૂર્વ પ્રમુખ ભાજપ પ્રભુભાઈ કામરીયા, મેડિકલ ઓફિસર-સાવડી ડો.ભાસ્કર વીરસોડિયા,તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, સ્કૂલના પ્રિન્સિપાલ દિલીપભાઈ બારૈયા, આરોગ્ય સ્ટાફ ડો.વિશાલ તેરૈયા, નવનીત રાઠોડ, પિનલ સંઘાણી, મુનિરા મેસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text