પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના શિક્ષકને વયનિવૃત્તિ વેળાએ વિદાયમાન અપાયું

- text


માળિયા : માળીયા તાલુકાના ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈ વય નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
માળીયા તાલુકાના ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈ નિવૃત્તિ થતા વિદાય સન્માન સમારોહ  યોજાયો હતો. નરેન્દ્રભાઈની શિક્ષક તરીકેની કારકિર્દી જામનગર જિલ્લામાંથી શરૂ થઈ હતી અને છેલ્લા ૧૪ વર્ષથી માળિયા તાલુકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. તેઓએ હાલ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.માળિયા તાલુકામાં માત્ર શિક્ષક તરીકે જ નહીં પણ માળિયા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખના હોદ્દા ઉપર રહીને પણ હંમેશા શિક્ષકોને મદદરૂપ થતા રહ્યા હતા.
આ કાર્યક્રમમાં માળિયા તાલુકામાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર મોટીબરાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનું માળિયા તાલુકા શિક્ષક પરિવાર વતી તાલુકા પંચાયત શિક્ષણ શાખા અને બી.આર.સી.ભવન માળિયા તેમજ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષન સંઘના મહામંત્રી અને માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ,માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ પી.વી.લાવડીયા, માળિયાના ઈન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહનભાઈ કુવાડીયા,માળિયાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ નિરંજની, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિનુભાઈ રાઠોડ,તાલુકા પંચાયત શિક્ષક સરાફી મંડળીના મંત્રી એમ.વી.લાવડીયા અને ઉપપ્રમુખ ધીરૂભાઈ બકુત્રા તેમજ માળિયાની તમામ તાલુકા શાળાના આચાર્યો,સી.આર.સી. મિત્રો,અને સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સફળ સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ નૈતિકભાઈએ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ખીરઈ તાલુકા શાળા પરિવારે ખાસ જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text