મોરબીમાં વિરદાસબાપુની 17મી પુણ્યતિથી ઉજવાઈ

- text


મોરબી : મોરબીમાં ગત તા.30મીના રોજ વિરદાસબાપુની 17મી પુણ્યતિથી ઉજવાઈ હતી.જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમોમાં સમગ્ર વરીયા સમાજને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.વિરદાસબાપુની પુણ્યતિથી મોરબીના વરિયા મંદિર ખાતે ઉજવાઈ હતી.

ઠાકર ભજન મંડળ મોરબી,જય ગુરૂદેવ ગ્રૃપ મોરબી,વરિયા મહિલા ધુન મંડળ મોરબી અને સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજના સાથ-સહકારથી વરીયા મંદિર મોરબી ખાતે વિરદાસબાપુની 17મી પુણ્યતિથી મહોત્સવ ગત તા.30ને ગુરુવારના રોજ ધર્મૌઉલ્લાસ સાથે ઉજવાયો હતો.મેહુલદાસજી બાપુ (નકલંકધામ-હડમતીયા) જયરાજનાથજી બાપુ (મોરબી)ની ઉપસ્થિતિમાં મોરબીના વરીયા મંદિર મુકામે આ કાર્યક્રમ યોજાયો હતો.સર્વે ગામમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

વિરદાસબાપુની પુણ્યતિથી નિમિતે સવારે 8:30 કલાકે પંચકુંડી વાતાવરણ શુદ્ધિ યજ્ઞ યોજાયો હતો.આ યજ્ઞમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકો જોડાયા હતા.સવારે 10 થી 12 કલાકે રામધૂન રાખવામાં આવી હતી.બપોરે 3 થી 5 કલાક સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ હતી.સાંજે 4 કલાકે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું.સાંજે 6 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.આ મહાઆરતીમાં જોડવવા દરેક લોકો ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લાવ્યા હતા.ત્યારબાદ સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9:30 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભજનીક રસીક મહારાજ થાનગઢ,અશોકભાઈ પ્રજાપતિ થાનગઢ,નટુભાઈ પ્રજાપતિ મોરબી અને શંકરભાઈ પ્રજાપતિ મોરબી તેમજ સાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા મોરબી અને અક્ષયભાઈ પ્રજાપતિ રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text