બે પાંચ પેગ ઢીચીને ગાડી ચલાવવી મોંઘી પડી : 20 લાખની એન્ડેવર કબ્જે

- text


થર્ટી ફર્સ્ટના દિવસે નગરદરવાજા ચોકમાં ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં નીકળેલા વ્યક્તિને કાયદાનું ભાન કરાવ્યું

મોરબી : પાશ્ચાત્ય સંસ્કૃતિની ઘેલછામાં થર્ટી ફર્સ્ટની નાઇટમાં બે પાંચ પેગ મારવા મોંઘા પડી શકે તેવો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. નાઈટ રાઉન્ડ દરમિયાન સિટી એ ડિવિઝન પોલીસે નગર દરવાજા ચોક પાસેથી ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં સર્પાકારે ગાડી ચલાવી નીકળેલા માલેતુજારની 20 લાખની ફોર્ડ એન્ડેવર કબ્જે કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના 31 ડિસેમ્બરે પોલીસે પીધેલાઓને ઝડપી લેવા સઘન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં સિટી એ ડિવિઝન પોલીસે નગર દરવાજા ચોકમાંથી જીજે-36-એલ-7777 ફોર્ડ એન્ડેવર ગાડી નશાની હાલતમાં સર્પાકારે લઈને નીકળેલા રવાપર રોડ, ગૌતમ સોસાયટી, નિલકંઠ સ્કુલ પાસે રહેતા ભરતભાઇ બચુભાઇ વાસદડીયાને ઝડપી લઈ 20 લાખની ગાડી કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text