કોરોનાનો ફૂંફાળો : મોરબી જિલ્લામાં આજે નવા 8 કેસ

- text


 

મોરબી શહેરી વિસ્તારમાં 5 કેસ : આરોગ્ય તંત્ર સતર્ક

મોરબી : મોરબી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ એકાએક હવે વધી રહ્યું છે. આજે જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા છે. જેમાં 5 કેસ તો મોરબી શહેરી વિસ્તારમાં જ નોંધાયા હોય આરોગ્ય તંત્રએ સતર્ક બની ટેસ્ટિંગની કામગીરીને સઘન બનાવી છે.

મોરબી જિલ્લામાં લાંબો સમય કોરોના નિષ્ક્રિય થયા બાદ છેલ્લા થોડા સમયથી કોરોના ફરી સક્રિય થયો છે. જિલ્લામાં એકાએક કોરોનાના કેસ વધવાનો સિલસિલો ચાલવા લાગ્યો છે. આરોગ્ય વિભાગના જાહેર કર્યા અનુસાર મોરબી જિલ્લામાં આજે કોરોનાના 8 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 19 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ 46 વર્ષ અને 53 વર્ષની ઉંમર ધરાવતા પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ મોરબી શહેરી વિસ્તારમાં જ એકલા 5 કેસ નોંધાયા છે.

- text

જ્યારે મોરબી ગ્રામ્યમાં 53 વર્ષની મહિલા અને 26 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટંકારા ગ્રામ્યમાં એક 63 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ 8 કેસોના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ માટે આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે.

- text