નિસહાય લોકોને સહાય કરતું ઘ્રુવનગરનું ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

- text


સેવાયજ્ઞની જ્યોત પ્રજ્વલિત રાખી માનવતા જ શ્રેષ્ઠ ધર્મના સુત્રને ખરા અર્થમાં સાબિત કરતું એક્માત્ર ટ્રસ્ટ

ટંકારા : ટંકારા તાલુકાના ઘ્રુવનગરના વતની ગૌપ્રેમી  રાજેશભાઈ ભટાસણા પોતાના માસિક પગારમાંથી શેષભાગ કાઢીને તેમજ કોઈના અવતરણ દિવસ, પુણ્યતિથિ કે અન્ય ખુશીથી જે પોતાના ટ્રસ્ટનાં એકાઉન્ટમાં દાન આવે છે તેના દ્વારા રાશનકીટ સહાય, શૈક્ષણિક કીટ સહાય, મેડિકલ સાધનોની સહાય, જેમના પરિવારમાં કોઈ કમાઈ શકે તેવું ન હોય તેમને સહાય, ગરીબ વિધાર્થીઓને આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ કે જેમને કોઈનો આધાર નથી તેવા લોકોને સહાય, ગરીબ બાળકોના ફ્રી ટયુશન તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની અખંડ જયોત પ્રજ્વલિત કરવામાં આવી છે.

વધુમાં સેવાભાવી દ્વારા જરુરિયાતમંદ નિરાધાર ગરીબ લોકોને દર મહિને રાશનકીટ આપવામાં આવે છે. પાટડીયા ફૂલીબેન શિવાભાઈ – ઘુનડા (સ.), પાટડીયા મીનાબેન રાજેશભાઇ ઘુનડા (સ.), કોળી ધીરૂભાઈ હમીરભાઈ સજનપર તમામને આર્થિક સહાય પેટે રૂ. 2000 તેમજ રાશનકીટ અને બાપા સીતારામ ગૌશાળા સજનપરને રૂપિયા 11111 રોકડ આર્થિક સહાય ચુકવેલ છે. વધુમાં રાજેશભાઈ ભટાસણાએ જણાવેલ કે હું તો નિમિત માત્ર છુ. જે સેવાયજ્ઞ ચલાવી રહ્યો છે તે મારી મૃત્યું પામેલ ગંગા નામની ગૌમાતાના આશિષથી ચાલી રહ્યો છે. ટંકારા વિસ્તારની આજુબાજુ નિરાધાર લોકો જે ખરેખર મદદરૂપ થવા જેવું હોય તેમનો સંપર્ક કરી શકે છે. કોઈ દાતા પોતાના ટ્રસ્ટમાં દાન સ્વરુપે ફુલ નહીં તો ફુલની પાંખડી આપવા માંગતા હોય તેમને એકાઉન્ટમાં RTGS દ્વારા દાન સ્વિકાર્ય છે.

NAME :- 𝐒𝐇𝐑𝐈 𝐆𝐀𝐍𝐆𝐀 𝐄𝐃𝐔𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐀𝐍𝐃 𝐂𝐇𝐄𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓

BANK :- 𝐘𝐄𝐒 𝐁𝐀𝐍𝐊

A/C NO :- 𝟎𝟎𝟎𝟓𝟏𝟎𝟎𝟏𝟎𝟎𝟎𝟏𝟏𝟐𝟓𝟎

IFSC :- 𝗬𝗘𝗦𝗕𝟬𝗥𝗔𝗝𝟬𝟬𝟱

BRANCH :- 𝐦𝐨𝐫𝐛𝐢 𝐛𝐫.

Helpline Number:- 👉𝟗𝟖𝟕𝟗𝟗𝟑𝟎𝟒𝟏𝟎.👈

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text