હું ગામનો ડોન હો ! મને પૂછ્યા વગર રોડનું કામ કેમ કર્યું કહી કોન્ટ્રાકટરને ઢીબી નાખ્યો

- text


હળવદ તાલુકાના રાયસંગપર ગામની ઘટનામાં ડોન ટીનો, ટીનાની માતા અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદ : હું ગામનો ડોન છું ! મને પૂછ્યા વગર અહીં કામ કેમ ચાલુ કર્યું કહી હળવદના રાયસંગપર ગામમાં સીસી રોડનું કામ કરતા કોન્ટ્રાકટરને ટીનો ડોન, તેની માતા અને પત્નીએ બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અને લેબરવર્ક કરતા દિનેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ રાયસંગપર ગામે સીસી રોડ બનાવવાનું કામ મજૂરો પાસે કરાવતા હતા ત્યારે વિનોદભાઈ ઉર્ફે ટીનાભાઈ કાનજીભાઈ ચૌહાણ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે હું રાયસંગપર ગામનો ડોન છું… મને પૂછ્યા વગર અહીં કામ કર્યું કહીને બબાલ શરૂ કરી હતી.

વધુમાં ડોન વિનોદભાઈ ઉર્ફે ટીનાભાઈ કાનજીભાઈ, ટીનાભાઈના માતા ખીમીબેન કાનજીભાઈ ચૌહાણ અને ટીનાભાઈ ના પત્ની દયાબેન વિનોદભાઈએ કોન્ટ્રાકટર દિનેશભાઈને ધારીયું ધોકા અને પથ્થરના ઘા ઝીકી શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી પતાવી દેવાની ધમકી આપતા આ બનાવમાં દિનેશભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ -૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text