ટંકારાના હરબટીયાળી ગામના સરપંચ પદે સરોજબેન સંધાણી વિજેતા

- text


ટંકારા : ટંકારામાં વિધાનસભાની ચૂંટણી હોય તેવો માહોલ ગ્રામ પંચાયતોની ચૂંટણી સમયે ઉભો થયો હતો.ગઈકાલે ઉત્તેજનાભર્યા માહોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં હર્બટિયારી ગામના સરપંચ પદે સરોજબેન સંઘાણી વિજેતા થયા હતા.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સેવાભાવી યુવાનના પત્ની સરોજબેન દેવરાજભાઇ સંધાણી 508 મતથી સરપંચ પદના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો.સાથે જ તેમની પેનલનો પણ ભવ્ય વિજય થયો હતો.આ તકે તેમને હરબટીયાળી ગામના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આગામી પાંચ વર્ષના કાર્યકાળમાં અનેકવિધ લોકોપયોગી કાર્યો કરવા વચન પણ આપ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text