હિમસન ફિલ્મ અને હિમસન આર્ટિસ્ટ ફેડરેશન મોરબી દ્વારા બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ-2021 સમારોહ યોજાયો

- text


મોરબીઃ મોરબીના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાને તાજેતરમાં બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ એનાયત થવા બદલ ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

તાજેતરમાં હિમસન ફિલ્મ-મોરબી અને હિમસન આર્ટિસ્ટ ફેડરેશન મોરબી દ્વારા બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ-2021 સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ સમારોહ ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના ફિલ્મી કલાકારો અને ટીવી જગતના બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા જેમાં મોરબીના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાને પણ બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

ચંદ્રશેખર પંડ્યા કે જેઓ, ટીવી, રેડિયો અને યુટ્યૂબમાં નિયમિત તેઓના હાસ્ય આલ્બમ આવે છે. જેને મોટી સંખ્યામાં લોકો માણે છે. ચંદ્રશેખર પંડ્યાને બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મળવા બદલ તેમના ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને તેઓને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text