મોરબીના વીસીપરામા તીનપત્તિ રમતા 17 ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વીસીપરામા જુગારની રેડ કરી આ વિસ્તારમાં બે સ્થળે જુગાર રમતા 17 આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે ગઈકાલે વીસીપરા રોહીદાસપરા વંડામા જુગાર રમતા આરોપીઓ રફીકભાઇ નુરમામદભાઇ જામ, હાસમભાઇ જુમાભાઇ સુમરા, અમીતભાઇ સુરેશભાઇ ઝંઝવાડીયા, એમદભાઇ મામદભાઇ સુમરા, રમેશભાઇ રવજીભાઇ ચૌહાણ, મેહુલભાઇ ગોવીંદભાઇ ચૌહાણ,મહેશભાઇ દેવજીભાઇ ચૌહાણ, રાજેશભાઇ ગોવીદભાઇ રાઠોડ, મહેશભાઇ ખેંગારભાઇ સોલંકીને રોકડા રૂપીયા ૫૩૮૦ સાથે ઝડપી લીધા હતા.

- text

બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીજન પોલીસે બાતમીના આધારે ગઈકાલે રોહીદાસપરા વંડા પાસે લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ નરેશભાઇ તેજાભાઇ પરમાર, મનીષભાઇ અમરશીભાઇ ચૌહાણ, મુકેશભાઇ હિરાભાઇ ચાવડા, જયદીપભાઇ ભરતભાઇ ચાવડા, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ, રમેશભાઇ દલપતભાઇ ચૌહાણ, સંજયભાઇ કલાભાઇ ચૌહાણ, જયેશભાઇ દેવજીભાઇ સોલંકીને રોકડા રૂપીયા ૬૫૦૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text