હળવદના બે ગામોમાં ટાઈ પડતા “મત” નહીં પણ ચિઠ્ઠીએ જીતાવ્યા

- text


અજીતગઢમાં બે મહિલા સભ્યો અને સરંભડામાં બે પુરુષ સભ્યો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠીનો સહારો લેવાયો

હળવદ : ગ્રામપંચાયતના ચૂંટણી સંગ્રામમાં આજે હળવદ તાલુકાના અજીતગઢ અને સરંભડા ગામમાં ચૂંટણી લડતા બે સભ્યોને સમાન મત મળતા ટાઈ સર્જાઈ હતી પરિણામે સરખા મત મેળવનારા ચારેય સભ્યો માટે ચિઠ્ઠી નાખી વિજેતા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આજે હળવદ તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સમયે સરંભડા ગામના સભ્યપદના ઉમેદવાર જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા અને તેમના હરીફ ઉમેદવાર રતાભાઈ ભરવાડને 41-41 મત મળતા બન્ને વચ્ચે ટાઈ સર્જાઈ હતી બાદમાં ચૂંટણીતંત્ર દ્વારા બન્ને ઉમેદવારો માટે ચિઠ્ઠી નાખવામાં આવતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા.

એ જ રીતે હળવદ તાલુકાના અજીતગઢ ગામના વોર્ડ સભ્ય માટે ચૂંટણી લડતા ગીતાબેન ગોઠી અને આશાબેન સંઘાણીને પણ એક સરખા 86-86 મત મળતા ચૂંટણી તંત્ર દ્વારા બન્ને ઉમેદવારો માટે ચિઠ્ઠી ઉલાળવામાં આવતા આશાબેન સંઘાણી વિજેતા જાહેર થયા હતા.આમ, આજે બન્ને ગામના સભ્યપદના ઉમેદવારો માટે મત નહીં પણ ચિઠ્ઠી બળુકી સાબિત થઇ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text