ત્રાજપરમાં સીટીંગ ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નીની હાર

- text


 

સરપંચ પદે જયંતીભાઈ વરાણીયા વિજેતા : સંતાનો મામલે નવા સરપંચ સામે કાનૂની લડતના એંધાણ

મોરબી : મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે અપસેટ વચ્ચે સીટીંગ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના પત્નીની હાર થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.ગત રવિવારના રોજ હોંશભેર થયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે જયંતિભાઈ માધુભાઈ વરાણીયા વિજેતા જાહેર થયા છે. સામે ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નિ જશુબેન સાબરીયાની હાર થઈ છે.

હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના સીટીંગ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ તેઓએ વિજેતા બની પોતાનું વર્ચસ્વ બતાવ્યું હતું. તેઓના પત્ની મૂળ ગામ ત્રાજપર ખાતે અગાઉ સરપંચ તરીકે કાર્યરત હતા. પણ આ વખતે તેઓને હારનો સામનો કરવો પડ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે રસાકસીભરી ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા આજે મતગણત્રીમાં ભલે 228 મતે જીતી ગયા હોય તેમની સામે હજુ કાનૂની જંગ છેડાય તેવી શકયતા છે, કારણ કે જયંતિભાઈએ ઉમેદવારીપત્રમાં દર્શાવેલી વિગતોમાં તેમના છેલ્લા સંતાનની તારીખમાં ફેરબદલ કરી હોવાના આરોપ સાથે જશુબેન દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે.

જો કે, આજે જાહેર થયેલા પરિણામ બાદ સીટીંગ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્નીને જયંતીભાઈએ હાર અપાવતા ખાસ કરીને ભાજપ લોબીમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.

- text