ગ્રામ પંચાયત ચૂંટણી : સવારે 11 સુધીમાં વાંકાનેર તાલુકામાં સરેરાશ 27.66 ટકા મતદાન

- text


ટંકારા : વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સવારથી જ ધીમી પણ મક્કમ ગતિએ મતદાન શરૂ થયું છે અને મતદારો સવારથી મતદાન કરવા માટે બુથ ઉપર કતારો લગાવી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાની 61 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સવારના 11 વાગ્યા સુધીમાં સરેરાશ 27.66 ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ 99156 મતદારોમાંથી પુરુષ 16426 અને સ્ત્રી 10998 મળી કુલ 27424 લોકોએ મતદાન કર્યું છે. જો કે શરુઆતમાં ધીમીગતિએ મતદાન શરૃ ઘયા બાદ હવે મતદારોનો ઉત્સાહ મતદાન બુથ ઉપર દેખાતા મતદાનની ટકાવારી વધી છે અને બપોર સુધીમાં મતદાન થોડું વધે એવી શક્યતા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text