આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું મોરબીમાં લાઈવ પ્રસારણ

- text


કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે જીવંત પ્રસારણનો 200 જેટલા ખેડૂતોએ લાભ લીધો

મોરબી : આણંદમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું મોરબીમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે જીવંત પ્રસારણનો 200 જેટલા ખેડૂતોએ લાભ લઈને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પ્રી-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં 200 થી પણ વધારે ખેડૂતોએ આ કેન્દ્ર ખાતે હાજર રહી રસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ખેતીમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text