હળવદની શાળા નં-૮માં એક માત્ર શિક્ષકને ચૂંટણી ફરજ સોપાતા કાલે બાળકો મામલતદાર કચેરીએ સો એકડા ભણશે!!

- text


 

શાળાના એક માત્ર સમ ખાવા પૂરતા શિક્ષક પણ ચૂંટણી ફરજ ઉપર જતા રહેતા બાળકો નોંધારા

હળવદ : હળવદની શાળા નંબર 8માં 138 બાળકો વચ્ચે એક માત્ર સમ ખાવા પૂરતા શિક્ષક હોવા છતાં તંત્ર દ્વારા આ શિક્ષકને ચૂંટણી ફરજ સોંપી દેવાતા બાળકો એકલા અટૂલા અને નોંધારા બનતા કોંગ્રેસના અગ્રણીઓ અને વાલીઓ દ્વારા પોતાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડતા આવતીકાલ સુધીમાં શાળામાં કોઈ શિક્ષક નહિ મુકાય તો બાળકોને હળવદ મામલતદાર કચેરીએ સો એકડા બોલવા મોકલી આપવા જાહેર કરતા ચકચાર જાગી છે.

સૌ ભણે સૌ આગળ વધે આવા સૂત્રો આપણે ઘણી વખત સાંભળ્યા છે પરંતુ હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર-7માં આવેલ શાળા નંબર-8માં વિદ્યાર્થીઓ ભણવા માટે તો શાળાએ આવે છે પરંતુ અહીં ભણાવે કોન એ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે..? એક શિક્ષક હતા જોકે તેમને પણ ચૂંટણીની કામગીરીમાં મુકી દેવાતા બાળકો નોંધારા બન્યા છે.! ત્યારે હળવદ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈ આવતીકાલ સુધીમાં જો અહીં શિક્ષક વળી પાછા મૂકવામાં નહીં આવે તો બાળકો મામલતદાર કચેરીએ લઈ જઈ વિરોધ નોંધાવવામાં આવશે.

- text

આ સાથે જ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરવામાં આવેલી રજુઆતમાં પણ જણાવ્યું છે કે અહીં શાળા નંબર- 8માં શિક્ષકોનું પાંચનું મેકમ છે જેમાં એક શિક્ષક વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા છે જ્યારે એક મહિલા શિક્ષિકા હાલ રજા પર છે જ્યારે બાકીના બે શિક્ષકોને ચૂંટણી નું કાર્ય સોંપી દેતા અહીંનું શિક્ષણકાર્ય ખોરવાઈ ગયું છે. તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારાએ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષોથી વોર્ડ નંબર સાત કોંગ્રેસના સાથે રહ્યો છે જેના કારણે કિન્નાખોરી રાખી અહીંની શાળા નંબર-8 બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ હળવદના છે સાથે રાજ્યના પંચાયત મંત્રી પણ મોરબી જિલ્લાના છે છતાં પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણ દિવસેને દિવસે કથળી રહ્યું છે. જેથી આવતીકાલ સુધીમાં અહીં તાત્કાલિક શિક્ષકને મૂકવામાં નહીં આવે તો વાલીઓ ને સાથે રાખી બાળકોને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવશે.

- text