કાલે ગુરુવારે વડાપ્રધાનના ખેડૂતો સાથે સંવાદનું મોરબીમાં લાઇવ પ્રસારણ કરાશે

- text


એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત વડાપ્રધાન ખેડૂતો સાથેનો સંવાદ કરશે

લાઇવ પ્રસારણ જિલ્લા પંચાયત કચેરી ખાતે કરાશે : ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ યોજાશે

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ–૨૦૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ અંતર્ગત ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદ કરશે. આ ઉપરાંત ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે.

વાઇબ્રન્ટ સમિટ–૨૦૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ,આણંદ ખાતે યોજવામાં આવેલ છે.આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૬ના રોજ નેચરલ ફાર્મિંગ અંગેનો નેશનલ કોન્કલેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય ગણમાન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ખેડૂતો સાથે ટુ વે વીડિયો કોન્ફરન્સ સંવાદ યોજાશે.

સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ આગામી તા.૧૬ ડિસેમ્બર, ગુરુવારના સવારે ૧૦ કલાકેથી મોરબી જિલ્લા પંચાયત ભવનના પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સ્થાનિક ખેડૂતો જોડાશે.

- text

કાર્યક્રમના સ્થળે ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે.સુવિધાઓનો લાભ લેવા માટે ઇચ્છુકોએ પણ હાજરી આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text