ટંકારા પોલીસના સહયોગથી પશુઓને કતલખાને લઇ જતા બચાવતું વિહિપ

- text


ટંકારા : ટંકારા-ધ્રોલ હાઇવે પર વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ટંકારા પોલીસના સહયોગથી પશુઓને કતલખાને લઇ જતા બચાવવામાં આવ્યા છે.

મોરબી વિશ્વ હિન્દૂ પરિષદને કચ્છ બાજુથી બાતમી મળેલ કે તા. 13/12/2021 સોમવારના રોજ એક ટ્રક પશુઓ ભરી તેમને કતલ ખાને લઈ જતા હોય, આ ચોક્કસ બાતમી મળતા વિહિપની ટીમે મોરબીથી ગાડીનો પીછો કર્યો હતો. બાદમાં ટંકારા પોલીસની મદદથી ટંકારાથી થોડી દૂર ધ્રોલ જવાના રસ્તે અટકાવી હતી. ત્યારે ગાડીને પલટી મરાવીને ગાડી માલિક તથા ડ્રાઇવર ફરાર થઈ ગયા હતા. આ ગાડી ચેક કરતા એમાં પાડા જીવ નંગ 29 ખીચોખીચ હાલતમાં ભરેલા મળી આવ્યા હતા. જેમાંથી 7 જીવ મૃત્યુ પામેલ હતા. ત્યારબાદ ગાડીને ટંકારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

આ રેઇડને સફળ બનાવવામાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે. બી. બોરીચા, મોરબી જિલ્લા અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા, ઉપપ્રમુખ હીતરાજસિંહ, મનીષભાઈ કનજારિયા, મોરબી જિલ્લા બજરંગ દળ અધ્યક્ષ કૃષ્ભભાઈ રાઠોડ, ટંકારાના સંદીપભાઈ ડાંગર, બાબુભાઈ રબારી તેમજ મનોજભાઈ બારૈયા (અમદાવાદ), રઘુભાઈ (લીમડી), વિશ્વ હિન્દુ પરિષદના રવિભાઈ (કચ્છ), ભાવેશભાઈ (કચ્છ), સુરેશભાઈ રબારી, દીપકભાઈ રાજગોર (વાંકાનેર) સહિતનાઓનો સહયોગ મળ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text