વાંકાનેરમાં બિનવારસી લાશનું વારસદાર બનતું એકતા ગ્રુપ

- text


ગ્રુપ દ્વારા અજાણ્યા શખ્સના મૃતદેહની અંતિમવિધિ કરાઈ

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામની નદીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા શખ્સની બિનવારસી લાશ મળતા વાંકાનેરનું એકતા ગ્રુપ લાશનું વારસદાર બની અંતિમવિધિ કરી હતી.

વાંકાનેરમાં એકતા ગ્રુપ દ્વારા ઘણા સમયથી બિનવારસી લાશની અંતિમક્રિયા કરવામાં આવી રહી છે.જેમાં કોઈપણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળીને સેવા આપે છે. તા.13ના રોજ વાંકાનેરના મહિકા ગામની નદીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા શખ્સની બિનવારસી લાશ વાંકાનેર પોલીસને મળી હતી.

આ અંગેની જાણ એકતા ગ્રુપને થતાં વાંકાનેર પોલીસ સ્ટાફને સાથે રાખી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા કરાવ્યા બાદ બીનવારસી લાશની તેમના રીત-રિવાજ પ્રમાણે અંતિમવિધિ કરાવી હતી.આ સંદર્ભે એકતા ગ્રુપના સભ્યો તેમજ સામાજિક અગ્રણી સરફરાઝ મકવાણા,ઋષીભાઈ જોબનપુત્રા,મનીષભાઈ, અમિતભાઈ ભટ્ટ,બિપીનભાઈ દોશી તેમજ ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા..

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text