વિકાસ વિદ્યાલયમાંથી લાપતા થયેલી ત્રણમાંથી બે સગીરા હેમખેમ મળી

- text


સગીરાઓને વિકાસ વિદ્યાલયમાં રહેવું ગમતું ન હોવાથી વંડી ઠેકીને નીકળી ગઈ

મોરબી : મોરબીના વિકાસ વિદ્યાલયમાં રહેતી ત્રણ સગીર બાળા આજે સવારે અચાનક ગુમ થઈ જતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને બી ડિવિઝન પોલીસે સઘન તપાસ ચલાવતા થોડીવારમાં જ ત્રણમાંથી બે સગીરા તેના ઘરેથી હેમખેમ મળી આવી હતી.ત્રણેય સગીરાને વિકાસ વિદ્યાલયમાં રહેવું ગમતું ન હોવાથી વંડી ઠેકીને નીકળી ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મોરબી સીટી બી ડિવિઝનના મહિલા પીએસઆઇ એલ.એન.વાઢીયાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય ગૃહ આશ્રમમાં રહેતી ત્રણ સગીર વયની બાળાઓમાં વિરપર, પ્રેમજીનગર-મકનસર અને નાની વાવડી ગામની બાળાઓ આજે સવારે 6 વાગ્યાની આસપાસ લાપતા બની હતી. આ બનાવની વિકાસ વિદ્યાલયના સંચાલકોએ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તુરંત જ હરક્તમાં આવીને તપાસ હાથ ધરી હતી.

બી ડિવિઝન પોલીસે સગીરાના ઘરે તપાસ કરતા બે બાળાઓ તેના ઘરેથી હેમખેમ મળી આવી હતી.જ્યારે હજુ ત્રીજી સગીરાની શોધખોળ ચાલુ છે. પોલીસે આ બન્ને સગીરાની પૂછપરછ કરતા બન્નેએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા જણાવ્યું હતું કે, ત્રણેય સગીરાને વિકાસ વિદ્યાલયમાં રહેવું ગમતું ન હોય અને માતા-પિતા સાથે રહેવું હોવાથી આજે સવારે વંડી ઠેકીને ભાગી નીકળી હતી. જો કે પોલીસે હાલ આ સગીરાઓને વિકાસ વિદ્યાલયમાં રહેવાની ઈચ્છા ન હોવાથી ભાગી ગઈ હોવાનું સ્પષ્ટ જણાવી આ બનાવમાં અન્ય કોઈ કારણ જવાબદાર ન હોવાનું પણ જણાવ્યું હતું.

- text

જો કે, કાચી ઉંમરે ઘર પરિવાર છોડીને સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવી પ્રેમમાં પડતી સગીરઓના આ કિસ્સામાં બાળાઓના પરિવારજનો પણ સ્વીકારવા તૈયાર ન હોય અંતે વિકાસ વિદ્યાલયમાં જ જવું પડે તેવી સ્થિતિ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text