રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન

- text


૯મી જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં અરજી મોકલી શકાશે

મોરબી : રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ-૨૦૨૧-૨૨”નું આયોજન થનાર છે.

કલા મહાકુંભમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૦૯ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન, તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે.

- text

આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તથા પ્રવેશપત્ર જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ અથવા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ ખાતે થી નિયત નમુનામાં પ્રવેશપત્ર મેળવી તા.૦૯/૦૧/૨૦૨૨ સુધીમાં પરત જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text