હળવદના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસ

- text


 

મોરબી સ્પેશિયલ કોર્ટનો સગીરા પર દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો

મોરબી : મોરબી સ્પેશિયલ કોર્ટે આજે સગીરા પર દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વર્ષ 2016માં સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ લાગી આવતા સગીરાએ આપઘાત કરી લીધાના આઘાતજનક બનાવનો કેસ આજે મોરબીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ઢગાનર દોષિત જાહેર કરી જીવે ત્યાં સુધી એટલે આજીવન કારાવાસની સજા ફટકારી છે.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા ઉપર વર્ષ 2016 દરમિયાન 50 વર્ષના ઢગા અશોક દીપસિંગ આદિવાસીએ નજર બગાડીને કુકર્મ આચર્યું હતું. આરોપીએ બળજબરીથી વારંવાર દુષ્કર્મ ગુજારતા માનસિક રીતે ભાંગી પડેલી સગીરાએ જે તે સમયે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

દરમિયાન આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતા આજે મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ રજુ કરેલા 18 મૌખિક પુરાવા અને 29 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ સ્પેશ્યલ જજ એમ કે ઉપાધ્યાય દ્વારા આરોપીને દોષિત ઠેરવીને આરોપીને કુદરતી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.

- text