મોરબી શહેર યુવા ભાજપે હેલીકોપ્ટર દુર્ઘટનાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી

- text


મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા CDS બીપીન રાવત સહીત 11 શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા કાર્યક્રમ યોજાયો હતો.

દેશના પ્રથમ CDS બીપીન રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. જેમાં CDS સહીત 11 જવાનોના મોત થયા છે. આ તમામને શહીદોને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં મોરબી શહેર મહામંત્રી રીસીપભાઇ કૈલા, મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ ઘોડાસરા, શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઇ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઈ જારીયા, તાલુકા પંચાયત સભ્ય હીતેષભાઇ, મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી ડી. ડી. જાડેજા તથા સહ-પ્રભારી તરુણભાઈ અઘારા, રાજકોટ જિલ્લા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય સુખદેવભાઈ દેલવાણીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, અરૂણભાઇ રામાવત, અજયભાઈ કોટક, મિતુલભાઈ ધ્રાંગા તથા મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, શક્તિસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઇ ખાખરીયા, ધવલભાઈ ત્રિવેદી તથા કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા સહીતનાએ હાજર રહી શોકાંજલિ પાઠવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text