મોરબીમાં અનેરો શ્વાનપ્રેમ! પ્રસૂતા માદા શ્વાન માટે ત્રણ ટાઈમ શિરો

- text


મોરબીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં કડકડતી ઠંડીમાં શ્વાનને હૂંફ માટે કંતાનની મઢુલી બનાવી આપવાની જાહેરાત

મોરબી : હાલમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર અબોલ શેરી શ્વાનની મદદે આવ્યા છે, મોરબીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં ક્યાંય પણ માદા શ્વાનને પ્રસુતિ આવી હોય તો ગલૂડિયાં માટે કંતાનની મઢુલી અને ત્રણ ટાઈમ શિરો પહોંચાડવાની જાહેરાત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા મોરબીમાં શનાળા બાયપાસ નજીક લાયન્સનગરથી ત્રણ કિલોમીટરની રેન્જમાં આવતા કોઈપણ શેરી-મહોલ્લામાં શ્વાનને પ્રસુતિ આવી હોય તો આવા માદા શ્વાનને પૌષ્ટિક આહાર મળી શકે તે માટે સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત શિરો ખવડાવવામાં આવશે. તેમજ શ્વાન અને બચ્ચા માટે કોથળા (કંતાન)ની મઢુલી બનાવી આપવામાં આવશે. જેથી, જો મોરબીના જીવદયાપ્રેમીઓને આવા શ્વાન ધ્યાનમાં હોય તો અબ્દુલભાઇ બુખારીનો મો.નં. 99098 74417 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text