મોરબીની મારૂતિ હોસ્પિટલ ખાતે 104 વર્ષના દાદીમાંનું સફળ ઓપરેશન

- text


 

પગ ઉપર 900 કિલોગ્રામ વજન પડવાના કિસ્સામાં ડો.યોગેશ પેથાપરાએ સફળ ઓપરેશન કર્યું

મોરબી : સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં હાડકામાં ભાંગતૂટના કિસ્સામાં તબીબોને ખુબ જ સાવધાની રાખવી પડતી હોય છે ત્યારે તબીબી જગતમાં પડકાર જનક કહી શકાય તેવા કિસ્સામાં મોરબીની મારૂતિ હોસ્પિટલના ડો.યોગેશ પેથાપરાએ 104 વર્ષના દાદીમાનું થાપાનું હાડકું ભાંગી જતા સફળ સર્જરી કરી દાદીમાની શતાયુ જિંદગીમાં ચાર ચાંદ લગાવ્યા છે.

મોરબીના 104 વર્ષના દાદી રૈયાબેન ડાંગર પોતાના ઘરે પડી જતા મારૂતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં લાવ્યા બાદ હાડકાના સર્જન ડો.યોગેશ પેથાપરાએ દાદીમાનું થાપાનું હાડકું તૂટી ગયેલ હોવાનું નિદાન કર્યું હતું પરંતુ દર્દીની ઉંમર વધુ હોવાથી ઓપરેશનનું જોખમ ન લેવાની સલાહ અપાયેલ. તેમ છતાં કુટુંબીજનો દાદીમાંની પીડા ઘટાડવા ઓપરેશન માટે સહમત થતા ડો.યોગેશ પેથાપરાએ આ જટિલ ઓપરેશન સુપેરે પાર પાડી દાદીમાંને સકુશળ રજા આપેલ. ઓપરેશન બાદ ડો.યોગેશ પેથાપરાએ દર્દીના કુટુંબીજનોની વડીલ પ્રત્યેનો પ્રેમ જોતા કુટુંબ ભાવનાની સરાહના કરી વર્તમાન સમયમાં મોટી ઉંમરના દાદીનું આટલું સરસ ધ્યાન રાખવું એ આપણા સમાજ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડો.યોગેશ પેથાપરા દ્વારા તાજેતરમાં જ સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે થયેલ ગંભીર અકસ્માતના કિસ્સામાં દર્દી ધર્મેશભાઈના પગ ઉપર 900 કિલોગ્રામ વજન પડતા પગના હાડકાંઓનો ભૂકો થઇ ગયેલ હતો અને આ દર્દીને રાજકોટ મોકલવાને બદલે મારૂતિ હોસ્પિટલ ખાતે જ ડો. યોગેશ પેથાપરા દ્વારા સફળ ઓપરેશન કરીને પગ બચાવી લેવામાં આવ્યો હતો. તદુપરાંત મારુતિ હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાનો વિભાગ પણ કાર્યરત છે. જેમાં ડો. તૃપ્તિબેન સાંવરિયા 24 કલાક ઇમરજન્સી સેવાઓ આપે છે.

મોરબી ખાતે મારૂતિ હોસ્પિટાલ ખાતે ચાલતી સરકાર માન્ય વાહન અકસ્માત યોજના અંતર્ગત બાઈક સ્લીપ થવાથી,બાઇકમાં પ્રાણી અથડાવાથી થયેલ ભાંગતૂટનું ફ્રી ઓપરેશન કરવામાં આવે છે.વધુમાં આ યોજનાનો લાભ દરેક જાતિના લોકો લઇ શકે છે અને કોઈ પણ કાર્ડની આવશ્યકતા રહેતી નથી.ડો.યોગેશ દ્વારા હાલમાં જ થયેલ કાંડાના ફેક્ચર રિસર્ચને ઈન્ટરનેશલ જર્નલમાં પણ સ્વીકૃતિ મળેલ છે અને અનેરી સિદ્ધિ બદલ ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહેલ છે.

- text

વધુ માહિતી માટે મારૂતિ હોસ્પિટલ-મોરબી લખીને GOOGLE, FACEBOOK, INSTAGRAM પર સર્ચ કરવું અથવા 7698728805 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text